નવોદિત લેખકોએ જાણવા જેવું.

એક મંદીરની જાહેરખબર

એક મંદીરની જાહેરખબર

 

Maha Pooja Starts at 4:00 PM

Maha Yagna Starts at 5:00 PM

આ સમયે આવનાર ભક્તજનોની સંખ્યા હશે આઠ થી દસ-મોટેભાગે તો પુજામાં બેસવાના નામ નોંધાવેલા ભક્તજનો )

Purnahuti at 6:30 PM ( Nariyel  offering)

( આ સમયે ભકતજનોની સંખ્યા દસેક વધી હશે )


Maha Arti at 7:00 PM

( આ સમયે મોટાભાગના ભક્તજનો ટેબલ-ખુરશી પર ભોજન લઈને ગોઠવાઈ જવાની વેતરણ માં હશે. બાકીના રેસ્ટરૂમ શોધતા હશે. આ સમયે ભક્તજનોનો ધસારો શરૂ થશે અને કેટલાક ભક્તો આરતી પુરી થાય પછી જ મંદીરમાં પ્રવેશ કરશે)


Mahaprasad will be served after aarti

ભક્તજનોની સંખ્યા એકદમ વધી જશે. કેટલાક તો ઘેરથી પ્લાસ્ટીકના ડબલા-ડુબલી લઈને-ખાસ તો દહીંના ખાલી ડબ્બા લઈને આવ્યા હશે )

ગુજરાતનો ટહુકો

ભેટ આપવાની કળા

ધર્મ…સગવડીયા ભક્તો…

ધર્મ…સગવડીયા ભક્તો…
કેટલાક ભક્તો કોઈ એક સમ્પ્રદાય કે ઈશ્વરને માનવાને બદલે જ્યાંથી વધારે અને જલદી લાભ મળવાની સમ્ભાવના દેખાય ત્યાં કીર્તન કરવા કતારમાંખડા રહી જાય છે. એમની શ્રદ્ધા ભારે લપસણી હોય છે. જ્યાં લાલચ સાકાર થતી હોય ત્યાં લપસી પડવા તત્પર રહે છે. ક્યારેક ચુંદડી ચઢાવશે તોક્યારેક ચાદર ચઢાવશે, ક્યારેક શ્રીફળ વધેરશે તો ક્યારેક બલી ચઢાવશે. ક્યારેક માળા ફેરવશે તો ક્યારેક ડુંગર ચઢશે, ક્યારેક નદીમાં ડુબકીમારશે તો ક્યારેક બ્રહ્મચર્ય પાળશે, ક્યારેક ધુપદીવા કરશે તો ક્યારેક અભીષેક કરશે. કાંઈ પણ કરવા હરપલ તૈયાર રહે છે. બસ, એમ કરવાથીકંઈક લાભનાં એંધાણ વર્તાવાં જોઈએ. ક્યારેક સાંઈબાબા તો ક્યારેક સન્તોષી માતા, ક્યારેક હનુમાનજી તો ક્યારેક ઘંટાકર્ણ, ક્યારેક શંકર તો ક્યારેકબુદ્ધ ! ઘણા ભક્તો તો ઈષ્ટદેવ પાસે લાઈફ પાર્ટનર મેળવવા જતા હોય છે ! કોઈને નોકરી જોઈએ છે તો કોઈને તરક્કી જોઈએ છે. કોઈકને સન્તાનજોઈએ છે તો કોઈકને રોગમુક્તી જોઈએ છે. જ્યાંથી બધું મળી શકવાની સમ્ભાવના દેખાય ત્યાં જઈને આળોટવા મંડી પડે છે.
પણ વાહીયાત અને વ્યર્થ પ્રયોગ છે.
 
કોઈ પણ પરમતત્ત્વ પાસે અંગત સ્વાર્થની ચીજ માગીએ તો એનું ઈન્સલ્ટ કર્યું કહેવાય. પરમ તત્ત્વ જો હોય અને આપણે તેને જેટલું મહાન માનીએછીએ તેટલું મહાન તત્ત્વ હશે તો આપણા હજાર અપરાધો માફ કરીનેય, કૃપા કરશે અને જો એનું અસ્તીત્વ નહીં હોય તો લાખ વખત માથાંપટકવા છતાં કશું મળવાનું નથી.
જે ધર્મગ્રંથ આપણા પોતાના પર વીશ્વાસ કરવાનું શીખવાડે સાચો ધર્મગ્રંથ છે. તમને ઈશ્વર પર શ્રદ્ધા છે કે નહીં તે એટલું ઈમ્પોર્ટન્ટ નથી; પણતમને ખુદ તમારા પર શ્રદ્ધા હોય ઈમ્પોર્ટન્ટ બાબત છે. ઈશ્વર કાલાવાલા કરનારને ચાહે કે કર્મવીરને ચાહે ? ઈશ્વર બાધાઓનાં વળગણોને પકડીરાખનારને વરદાન આપે કે પછી પોતાના માર્ગની બાધાઓ (અડચણો) દુર કરવાનું સામર્થ્ય ધરાવનારને વરદાન આપે ?
પોતાના ધર્મ પ્રત્યે મમભાવ જાળવી રાખીને, બીજાના ધર્મ પ્રત્યે સદ્ભાવ રાખી શકાય તો નો પ્રૉબ્લેમ.
 
(રોહિત શાહ ના એક લેખમાંથી ટૂંકાવીને )

ભાગવતકારોની મોસમ, અમેરિકામાં આવી ગઈ છે. -ભાગવતપુરાણી ચંદુ મહારાજ-

 સારો વક્તા કોને કહેવાય ?

 સારો વક્તા કોને કહેવાય ?
 
બે દિવસ પહેલાં, ‘પ્રવચન કરવાની કળા’ એ વિષય પર મેં એક લેખ  લખ્યો હતો. આ લેખ પણ એના અનુસંધાનમાં જ ગણી શકાય.
 
સારા વક્તાને , જે ભાષામાં પ્રવચન કરવાનું છે તે પર પ્રભુત્વ હોવું જોઇએ. અસરકારક શબ્દોની પસંદગી અને થોડા શબ્દોમાં ઝાઝુ કહી દઈને  પોતાનો મુદ્દો શ્રોતાઓને ગળે ઉતારવાની આવડત હોવી જોઇએ. બોલવાની છટા અને જુસ્સાથી શ્રોતાઓને જકડી રાખવાની હથોટી હોવી જોઇએ.
 
વક્તામાં જો ધર્મ, તત્વજ્ઞાન સંસ્કૃતિ અને પુરાણોનું જ્ઞાન હોય  કે રાજકારણ, શિક્ષણ, અર્થશાસ્ત્ર,સાહિત્ય વિશે પોતાના વિચારો હોય તો એમનું વક્તવ્ય વધુ અસરકારક બને. જોએલ કે જાણેલ કોઇ ઘટનાનું વિવરણ કરવાની ફાવટ હોવી જોઇએ.
 
થોડા વર્ષો પહેલાં, હ્યુસ્ટનની એક મોટી સંસ્થાના પ્રેસિડેન્ટ સાહેબને મેં પ્રવચન લખી આપેલુ.  એ જમાનામાં તો ઝેરોક્ષ જેવું કાંઇ હતું નહીં. એટલે મારા હસ્તાક્ષર તેમને ઉકલ્યા નહીં હોય તેથી ચાર લાઇનો બોલતાં બોલતાં એમણે લોચા મારવા માંડ્યા. હું આગલી હરોળમાં જ બેઠેલો એટલે હું એમની ભુલ સુધારવા લાગ્યો.  પ્રેસિડેન્ટશ્રી સજ્જન માણસ છે એટલે, એમણે મને જ પ્રવચન વાંચી જવા કહ્યું. મારે તો લખાણ હાથમાં રાખવાની જરૂર જ ન હ્તી. તેથી, મેં બાકીનો ભાગ સડસડાટ કહી નાંખ્યો. આજે પણ એ ભાઇ જાહેરમાં આ વાત કહે છે
 
આજે તો  શરૂઆતમાં આવકારના બે શબ્દો બોલતાં કે અંતમાં આભારવિધિ  કરવા માટે પણ ઘણાં ગુંગણા અવાજમાં તતપપ થઈ જતા જોવા મળે છે.